દિપક પરમાર – કેટલો ભયભીત જણાય છે

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.

અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.

આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.

માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.

ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !

દિપક પરમાર

 

મને ગમતાંપુસ્તકો અને મારું પુસ્તકાલય

મને ગમતાંપુસ્તકો અને મારું પુસ્તકાલય

*મારું નાનકડું પુસ્તકાલય:

[ ક્યારેક અહીં મારા પુસ્તક સંગ્રહનો, બુકશેલ્ફનો ફોટો મૂકવામાં આવશે. કદાચ આ પ્રકારની બુકશેલ્ફનો..😉 ]

નોંધ ૧: આ મારી પાસે છે – ભૌતિક રીતે અત્યારે છે – તે પુસ્તકોની યાદી છે. કારણકે, અમુક પુસ્તકો દાસજ અને અમુક અમદાવાદમાં  પડ્યા છે.

નોંધ ૨: મહેરબાની કરી પુસ્તકો વાંચવા માંગવા નહીં. ત્રણ-ચાર પુસ્તકો હજી પાછાં આવ્યા નથી, તેમની શ્રધ્ધાંજલિ અહીં લખી છે.

નોંધ ૩: વ્યવસ્થિત યાદ હવે ગુગલ ડોક્સ પર અહીં રાખવાની શરુ કરી છે.

૧. મનની વાત – સુધા મૂર્તિ
૨. પેરેલિસિસ – ચંદ્રકાંત બક્ષી
૩. સંભારણાની સફર – સુધા મૂર્તિ

પ્રભુ તેમનાં પાનાંઓને શાંતિ આપે અને ઊધઈ વગેરેથી બચાવે..

ગુજરાતી:
* કૃષ્ણાવતાર – કનૈયાલાલ મુન્શી
* કોસ્મોસ – નગેન્દ્ર વિજય, યુરેનસ બુક્સ
* ખભે કોથળો ને દેશ મોકળો – રશ્મી બંસલ
* ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ
* ન હન્યતે – મૈત્રેયી દેવી
* સળગતાં સૂરજમુખી, અડધી સદીની વાંચન યાત્રા ભાગ: ૧-૨-૩-૪, વાંચન યાત્રાનો પ્રસાદ – મહેન્દ્ર મેઘાણી
* મનની વાત – સુધા મૂર્તિ
* મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
* મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
* તોતો-ચાન
* ઇગો, આકાર, લીલી નસોમાં પાનખર, બાકી રાત, … ચંદ્રકાંત બક્ષી
* ઇડલી, ઓર્કિડ અને હું – કામત (આત્મકથા)
* ફાંસલો – અશ્વિની ભટ્ટ

 

મારા વિચારો,મારી ભાષામાં

* એપ્રિલ મહિનો આવ્યો અને ગરમી ચાલુ થઇ ગઇ છે. હજુ એસી ચાલુ થયું નથી, પણ મારું એકાઉન્ટ ખાલી થઇ ગયું છે:)

* એપ્રિલમાં પરીક્ષાઓ પણ આવી છે, એટલે બધાં ટેન્શનમાં છે, દિપકભાઇ મજામાં છે!

* વેકેશન નથી પણ એકાદ ટ્રેકિંગ અને એક રેસનું (૧૦ કિમી) આયોજન એપ્રિલમાં છે, એટલે આ મહિનો પૂરો. બાકી સાયકલિંગ ઠંડુ છે, દોડવાનું મંદુ છે, પણ આજથી ફરી શરુ કર્યું છે. ઘણાં વખતે સાબરમતી રીવરફ્રન્ટ પર દોડવામાં આવ્યું. દોડ્યા પછી છોલે-કુલ્ચા, ગુલાબજાંબુ બ્રેકફાસ્ટ હોવાથી વજન તો હજુ એટલું જ છે. દોડવામાં નિયમિતતા આટલા વર્ષો પણ નથી આવી એ નવાઇની વાત છે. તો પણ, આ વર્ષની શરુઆત તો સારી જ છે.

 

એક પીંછી

એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.

સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.

એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.

એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.

– દિપ પરમાર

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે.. — દિપક પરમાર (દિક્ષિત સોલંકી)

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે, તકદિર લખનાર ને દિલ આભાર કહે છે લખું કેમ શબ્દ માં હું પ્રેમ મારી બેની નો, દઈને પોતાની મુસ્કાન,મારા આંસુ એ હરે છે વેદના તો આવતી રહે છે જીવન માં કોકવાર,પણ નૈન માં એના,મને હમેશા ખુશી મળે છે મીઠો અવાજ સાંભળી બેનીનો, દુઃખ બધા દૂર થઇ જાય […]

via હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે.. — દિપક પરમાર (દિક્ષિત સોલંકી)

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે.. — દિપક પરમાર (દિક્ષિત સોલંકી)

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે, તકદિર લખનાર ને દિલ આભાર કહે છે લખું કેમ શબ્દ માં હું પ્રેમ મારી બેની નો, દઈને પોતાની મુસ્કાન,મારા આંસુ એ હરે છે વેદના તો આવતી રહે છે જીવન માં કોકવાર,પણ નૈન માં એના,મને હમેશા ખુશી મળે છે મીઠો અવાજ સાંભળી બેનીનો, દુઃખ બધા દૂર થઇ જાય […]

via હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે.. — દિપક પરમાર (દિક્ષિત સોલંકી)

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે..

હેત ભર્યું જ્યારે એ મારી સાથે લડે છે,
તકદિર લખનાર ને દિલ આભાર કહે છે

લખું કેમ શબ્દ માં હું પ્રેમ મારી બેની નો,
દઈને પોતાની મુસ્કાન,મારા આંસુ એ હરે છે

વેદના તો આવતી રહે છે જીવન માં કોકવાર,પણ
નૈન માં એના,મને હમેશા ખુશી મળે છે

મીઠો અવાજ સાંભળી બેનીનો, દુઃખ બધા દૂર થઇ જાય છે,
શતાયુ નું જીવન જીવે,આ ભાઈ પ્રાર્થના એ કરે છે

ખાસ માનું આભાર ઈશ્વરનો કે બહેન આવી આપી,
રાખીશ એને દિલમાં પ્રભુ,કેમકે તુજ અંશ એમાં રહે છે

દિપક પરમાર

 

ટહુકો.કોમ

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.

કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !

છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,

ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?

જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !

મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.

ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !

‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

અેક દિકરી ની વાત

એક બહુ જ સરસ પત્ર…..

        Must read friends

              ભોલુ ઝુંઝા

(એક દીકરીનો એની મમ્મીને…..)

પ્રિય મમ્મી,
આઠ જીબી ની પેન ડાઇવ માં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને,
અહીં સાસરે લઇ આવી હોત.

પણ,

મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.

તારા ખોળામાં,
હું માથું મૂકીને સુઈ જતી,
એ સમય સોનાનો હતો ,

અને
એટલે જ ,
એ ચોરાઈ ગયો.

સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી.

ગમે ત્યાં ખોવાઈ જાય છે.
ઘરે હતી ત્યારે તો,
તું મને શોધી આપતી.

સાસરે આવ્યા પછી,
મારી જ જાત મને મળતી નથી

તો

બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે,

મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી.

હવે મારે,
અર્લામ મુકવું પડે છે.

આજે પણ રડવું આવે છે,

ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.

આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં,

પણ

આંખો ને કેવી રીતે …બનાવું ?
આંખો પણ હવે,

ઇનટેલિજન્ટ થઇ ગઈ છે.

મમ્મી,

જયારે પણ વહેકિલ ચલાવું છું,

ત્યારે
પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું

કે

‘ધીમે ચલાવ’.

‘ધીમે ચલાવ’ એવું કહેવા વાળું હવે કોઈ નથી,

એટલે ‘ફાસ્ટ’ ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી,

મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં,

એક પણ યુ ટર્ન આવ્યો નહિ. નહિ તો,

હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે,

જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી,

એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘

OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’.

બસ,

એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.

મમ્મી,

કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે.

એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું,

બંને બદલાઈ ગયા છે.

પણ

એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ,

તને મળવા હું ચોક્કસ આવીશ.

કારણ કે ,

મારું DESTINATION તો તું જ છે, …..

મમ્મી,

મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.

WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી,

સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.

કારણ કે,

મારી દુનિયા તો તું છે….

– લી. મમ્મી ની દિકરી

દિલ ના ધબકારા

દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને કે કોના માટે ધડકવું અમારે

મેં કીધું નામ તો નઈ લેવાય
કેમ કે પ્રેમ સફળ ઓછો ને બદનામ વધારે થાય છે.!!

દિપક પરમાર

દામિની તારી યાદ

કંચન સરખા તારા કેશ યાદ આવે

નરમ નાજુક તારા હોઠ યાદ આવે

કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે

નમણા ને નયન તારા નેણ યાદ આવે

તારી આંખો નાં સીહરા યાદ આવે

તારા ઝાંઝર નો રણકાર યાદ આવે

તારી ચૂડી નો રણકાર યાદ આવે

ખીલતા જોબન નો રંગ યાદ આવે

આ દિપક ને બસ દામિની યાદ આવે

દિકરી નામે અવસર !

દિકરી નામે અવસર !

કવિશ્રી તુષાર શુક્લ એ દિકરી માટે ખૂબ સુંદર પંક્તિ લખી છે. તેમ કહું તે કરતાં એક પિતાએ દિકરી ઉપર સુંદર મજાની પંક્તિ લખી છે તેમ કહું તે વધારે યથાર્થ લાગે છે.

સાપનો ભારો, તુલસી ક્યારો
તમે ભલે ને ગમે તે ધારો

કોઈ કહે છે પારકું ધન પણ
સાવ અલગ છે ઉત્તર મારો

જીવતર ને મધ મધતું કરતું
દિકરી નામે અત્તર ! – તુષાર શુક્લ

આમતો આ શબ્દો તુષાર ભાઈના છે પણ મને લાગે છે કે આ લાગણી કોઈ પણ પિતાના ભાવ જગતમાં અનુભવાતીજ હશે, એમાં મને કોઈ શંકા નથી.દિકરી નામના અત્તરનો પમરાટ જે ના પામી શક્યું હોય તેના કરતાં વધારે દુખીયરો માણસ આ જનમારામાં કોઈ નહીં હોય ! દિકરીએ તો વહાલનો દરિયો ! સાચું કહું , પરમકૃપાથી મળે છે જીવવા દિકરી નામે અવસર ! હા આ સોનેરો, મોઘેરો અવસર અમને પણ મળ્યો છે, એટલુજ નહીં અનુભવ્યો છે,મારા રોમે રોમથી ! માણ્યો છે, પૂરા દિલથી અને આ વ્યાપ્યો છે શ્વાસોશ્વાસમાં !

મનોજ ખંદેરિયાએ લખ્યું છે-

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ..
ફૂલો એ બીજું કઈ નથી પગલાં વસંતના..

1988 ના જૂન માહિનામાં અમારા આંગણે વસંત બેઠી , જેને અમે નામ આપ્યું ધારા ! અને લાડથી કહેતા નીકી ! નીકીના જન્મ સમયે અમે કેટલા નામ વિચાર્યા હતા જેમાંનું એક નામ હતું ફોરમ ! ફોરમ એટ્લે સુગંધ ! ફૂલની મહેક એટ્લે ફોરમ ! હા એ અમારી મહેક છે, અમારા કુટુંબની મહેક છે , અમારા સંસ્કારોની મહેક છે અમારા લાગણીની મહેક છે અને હું ઇરછું છુકે ધારા, તું આપણાં કુટુંબના સંસ્કારની ધારામાં તારા કુટુંબ ને તરબોળ કરજે, લથબથ..કરજે , લાગણીથી, પ્રેમથી અને વહાલથી પણ.

અમારું આ મધમધતું અત્તર હવે તેના પમરાટનો વ્યાપ વધારવા જઈ રહયું છે , એક ઘરથી બીજે ઘર..એક કુટુંબથી બીજે કુટુંબ.. એક મનો જગતથી બીજે મનો જગત…એક ફલકથી બીજી ફલક … એક આકાશથી બીજે આકાશ… આકાશ એટ્લે તો અવકાશ, અને અવકાશ એટ્લે અપોર્ચ્યુનિટી ! અને લગ્ન સંસ્કાર એટ્લે અપોર્ચ્યુનિટી ને પોસ્સિબિલિટી માં કન્વર્ટ કરવાની સોનેરી તક !!

લગ્નપ્રસંગ, બે પરિવારો માટે એક અનેરો ઉત્સવ છે. બે પરિવારો સુખ અને દુખ માં સાથે રહેવાના કોલ દે છે. લગ્ન એટ્લે બે હિલોળાતા હૈયાનું જીવન સંગીત ! ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે. અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે

કોઈ એ સાચું કહ્યું છે કે
માતા પિતાના દિલના કોડિયામાં
સંસ્કારોના તેલ વડે ,
વાત્સલ્યની દિવાસળી થકી
ઘર અને સમાજને
ઉજાગર કરનારી દિવેટ એટ્લે દિકરી..

 

હે લાડલી
તારી સામે અમાપ અવકાશ છે , અપોર્ચ્યુનિટી છે, સુંદર મજાની આ તક છે ,  બે જીવન ને એકરસ કરવાની, બે શરીર અને એક આત્મા ! બે કુટુંબ વરચેની જગ્યાને લાગણીના પુલથી જોડવાની , ભરવાની; જીવનની મધુરતાના ઘૂંટ ઉપર ઘૂંટ પીવાની, તારા સ્વપ્નને  હકીકતના રંગોથી રંગવાની , તારી પાંખો પ્રસારવાની અને ઊંચા આકાશે આંબવાની, સુંદર મજાની સોનેરી તક છે. એક  સરસ મજાની તક છે ટિફિનમાં કેવલને પણ ખબર ન પડે તેમ લંચની સાથે થોડી સફળતા પણ મૂકી આપવાની અને એમ સ્ત્રીમાથી અર્ધાંગિનીમાં પરિવર્તિત થવાની ! .આવનાર પેઢીના લંચ બોક્સમાં નાસ્તાની સાથે થોડા સ્વપ્ન પણ મૂકી આપવાની અને એમ અર્ધાંગિનીમાથી, માં મા પરિવર્તિત થવાની અને સ્ત્રીનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાની. અને આની પૂર્વ શર્ત છે..

 

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણની વાત;
પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે,
જાન વળાવી, પાછો વળતો દીવડો થરથર કંપે’
ખડકી પાસે ઉભો રહીને અજવાળને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયુ લઈને ચાલે.